જુનાગઢ : ભારે પવન ફૂંકાતા ગીરનાર રોપવે બંધ કરાયો

પવનની ગતિ ધીમી ન થાય ત્યાં સુધી રોપ વે રહેશે બંધ

જૂનાગઢ : કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી વચ્ચે આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને જૂનાગઢમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે તેજ પવન ફૂંકાયો હતો. આથી લોકોની સલામતીને ધ્યાને લઈને જુનાગઢના ગીરનાર રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે.

જૂનાગઢમાં આજે સવારથી વાતાવરણમાં જોરદાર પરિવર્તન આવ્યું છે અને ભારે પવન ફૂંકાતા ગીરનાર રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે પવન ફૂંકાયો હોવાથી લોકોની સલામતી માટે રોપ વે બંધ કરાયો છે. જો કે, ગિરનાર તેમજ ભવનાથમાં ભારે પવન ફૂંકાયો હોવાથી ભારે પવનના લીધે ભવનાથ ઠંડોગાર બન્યો છે અને ફરી શીતલહર દોડી ગઈ છે ત્યારે પવનની ગતિ ધીમી ન થાય ત્યાં સુધી રોપ વે બંધ રહેશે તેવું જાણવા મળ્યું છે.