જૂનાગઢ જિલ્લા કોરોનાનો તરખાટ યથાવત : આજે 156 કોરોના પોઝિટિવ કેસ

જિલ્લામાં આજે 108 દર્દીઓ સાજા નરવા થતા ડિસ્ચાર્જ અપાયું

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ તરખાટ મચાવવાનું ચાલુ રાખ્યું છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલ ટેસ્ટિંગમાં કુલ 156 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એકલા જૂનાગઢ શહેરમાં જ 104 કેસ નોંધાયા છે.જો કે બીજી તરફ રિકવરી રેટ પણ વધ્યો હોય તેમ આજે 108 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે હાથ ધરાયેલ કોરોના ટેસ્ટિંગ દરમિયાન સમગ્ર જિલ્લામાં મેંદરડાને બાદ કરતા તમામ તાલુકાઓમાં પોઝિટિવ કેસ બહાર આવતા કુલ 156 લોકો સંક્રમિત બન્યા હતા. જેમાં જૂનાગઢ શહેરમાં 104, ગ્રામ્યમાં 11, કેશોદમાં 7, ભેસાણમાં 2, માળિયામાં 1, માણાવદરમાં 15, માંગરોળમાં 1, વંથલીમાં 6 અને વિસાવદરમાં 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

બીજી તરફ આજે જૂનાગઢ જિલ્લામાં રિકવરી રેટ વધ્યો હોય તેમ એક સાથે 108 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ શહેરના 98, ગ્રામ્યના 4, કેશોદમાં 1, માળીયામાં 1, માણાવદરમાં 2 અને વંથલી તથા વિસાવદરમાં એક – એક દર્દીઓ સાજા થયા હતા.

આજના દિવસે જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા 47 ધનવંતરી રથ મારફતે 4426 દર્દીઓને તપાસી સારવાર આપી હતી.ઉપરાંત શહેર અને જિલ્લાના 1763 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.