માળીયા (હા.)માં પરિણીતાને સાસુ-સસરાએ માનસિક ત્રાસ આપ્યો

જૂનાગઢ : માળીયા (હા.)માં પરિણીતાને સાસુ-સસરાએ માનસિક ત્રાસ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ફરિયાદી કવીતાબેન કીશનભાઇ સોમવણે (ઉ.વ.૧૯ રહે.અકાળા ગીર તા.માળીયા હાટીના, જુનાગઢ મુહીતભાઇ માલાભાઇ જાલારી વાડીની સામે મુળ રહે.ડોંડવાલ તા.પાંચમેન જી.બડવાણી મધ્યપ્રદેશ) એ સાસુ-વિમલબેન, સસરા પિન્ટુભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ દશેક માસથી કામકાજ અંગે અવારનવાર ગાળાગાળી આપી માનસીક ત્રાસ આપ્યો હતો.