મેંદરડાના દાત્રાણા ગામના પીએસસી સેન્ટરની તાળાબંધી કરતા ગ્રામજનો

પીએસસી સેન્ટરના ડોકટરની અચાનક બદલી થતા ગ્રામજનો વિફર્યો

ડોક્ટરની ફરી નિમણૂક ન થાય ત્યાં સુધી ગ્રામજનોની અચોક્કસ મુદ્દતના ધરણા કરવાની ચીમકી

જૂનાગઢ : મેંદરડાના દાત્રાણા ગામના પીએસસી સેન્ટરમાં ફરજ બજાવતા ડોક્ટરની અચાનક બદલી થઈ જતા ગ્રામજનો વિફર્યો હતા અને ઉશ્કેરાયેલા ગ્રામજનોએ દાત્રાણા ગામના પીએસસી સેન્ટરની તાળાબંધી કરી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને ડોક્ટરની ફરી નિમણૂક ન થાય ત્યાં સુધી ગ્રામજનોએ અચોક્કસ મુદ્દતના ધરણા કરવાની ચીમકી આપી છે.

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના પી.એચ.સી. સેન્ટરમાં ફરજ બજાવતાં ડૉ. ભરડવાની અચાનક બદલી થતાં લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ગ્રામજનોએ દાત્રાણા ગામના પીએસસી સેન્ટરની તાળાબંધી કરી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. તેમજ આ પી.એચ.સી સેન્ટરમાં ડોક્ટરને ફરીથી નિમણૂક કરવાની ગ્રામજનોએ માંગ ઉઠાવી છે અને આ પી.એચ.સી. સેન્ટરને સાંકળતા 14 ગામના સરપંચ તથા દરેક સભ્યોના સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો ડોક્ટરની ફરી નિમણૂક ન થાય ત્યાં સુધી ગ્રામજનોએ અચોક્કસ મુદ્દતના ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.