વંથલીના સેંદરડામાં લૂંટ અને બેવડી હત્યાને અંજામ આપનારા ત્રણ શખ્સોને દબોચી લેતી પોલીસ

ચાર મહિના અગાઉ મગફળીની સીઝનમાં મજૂરી કામે આવેલ ખેતમજુર ટોળકીએ દંપતીની હત્યા કરી લૂંટ કરી હતી : હજુ એક આરોપી ફરાર

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેંદરડા ગામે વાડીએ રહેતા વયોવૃદ્ધ દંપતીને લુંટના ઇરાદે હત્યા કરી નાશી જનાર ખેતશ્રમિક ટોળકીના ત્રણ સભ્યોને જૂનાગઢ એલસીબી અને સ્થાનિક પોલીસે કાલાવડથી દબોચી લઇ લુંટમાં ગયેલ સોનાના દાગીના કિ.રૂ.૭૧૫૨૮૫ત થા રોકડા રૂ.૫૦,૯૫૫ સહિત રૂ.૭,૬૬૨૪૦નો મુદામાલ કબ્જે કરી લૂંટ વીથ ડબલ મર્ડરનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. જો કે હજુ એક આરોપીને ઝડપી લેવાનો બાકી હોય પોલીસે પગેરું દબાવ્યું છે.

ગત તા..૧૭ના રોજ વંથલી તાલુકાના સેંદરડા ગામની સીમમાં ફરીયાદી અશ્વિનભાઇ રાજાભાઇ જીલડીયાના પિતા રાજાભાઇ તથા માતા જાનુબેનની અજાણ્યા ઇસમોએ લુંટના ઇરાદે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી જાનુબેને કાનમાં પહેરેલ સોનાની ડુલ તથા ઘરમાં રાખેલ રોકડ રૂ.૨,૫૦,૦૦૦/- તથા સોનાના દાગીના કિ.રૂ.૪,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭,૦૦,૦૦૦/- ની લુંટ કરતા વંથલી પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૯૨ મુજબનો ગુન્હો નોંધાયો હતો.

આ ગંભીર બનાવની ઘટના ધ્યાને લઈ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ તમામ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના કરવામાં આવતા નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ કાઇમ બ્રાન્ચ, જૂનાગઢના ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ.ભાટી,પીએસઆઇ ડી.જી.બડવા, એ.ડીવાળા, ડી.એમ જલુ તથા એસ.ઓ.જી. પીએસઆઇ જે.એમ.વાળા તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ્ટાફની તથા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એમ ગોહિલ તથા વંથલી પીએસએ એ.પી.ડોડીયા, માણાવદર પીએસઆઇ એસ.એન.સગારકા તથા તેઓના પો.સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી બનાવી તપાસ શરૂ કરી હતી.

વધુમાં આ બનાવને અંજામ આપવામાં બહારના જીલ્લાના અથવા બહારના રાજ્યના ખેત મજૂરો હોવાનું પ્રાથમીક દ્રષ્ટિએ જણાઇ આવતા પ્રથમ બનાવની આજુ-બાજુ વિસ્તારના સી.સી.ટી.વી ફૂટેજો ચેક કરી મૃતક રાજાભાઇ જીલડીયાનો નાનો દિકરો જગદીશ ઉર્ફે જગો ખેત મજૂરી માટે અવારનવાર બહારના મજૂરો બોલાવી આજુબાજુના ગામડાઓમાં મજૂરો પુરા પાડતો હોવાનું પણ જાણવા મળતા તુરત જ આજુ-બાજની વાડી વિસ્તારમાં કામ કરતા બહારના જીલ્લાના તથા બહારના રાજ્યના મજુરો ચેક કરવામાં આવેલ તેમજ ટેકનિકલ ટીમની મદદથી બાતમીને આધારે ચારેક મહિના પહેલા મૃતકની વાડીએ મજૂરી કરવા આવેલા દાહોદ ધાનપૂરના પ્રેમચંદ દિપાભાઇ કલારા, અર્જુન પ્રતાપભાઇ બારીયા અને રાકેશ જવાભાઇને કાલાવડ નજીકથી ઝપી લઈ જૂનાગઢ કાઇમ બ્રાન્ચની કચેરી ખાતે લાવી તેમની પ્રાથમીક પુછપરછ કરતા તેઓ પ્રથમ બનાવ સબંધે કોઇ જાણતા ન હોવાનું જણાવતા આખરે યુકિત-પ્રયુક્તિથી પુછપરછ કરતા બનાવને પોતે ત્રણેય તથા અન્ય એક આરોપી સાથે મળી અગાઉથી નકિક કર્યા મુજબ સાથે મળીને ગુનાને અંજામ આપેલ હોવાની કબૂલાત આપી હતી

પોલીસે આરોપીઓના કબ્જામાંથી સોનાનો હાસડી મોર હાર પીતળની સાકળી સાથેનો નંગ-૧ કિ.રૂ.૭૯,000, સોનાનો હાસડી હાર પીતળની સાકી સાથેનો નંગ-૧ કિ૩૨,૪૬,૯૬0, સોનાનો પોચો બે વીટી સાથેની નંગ-૧ કિ..૭૩,૫૦૦, સોનાની યરીંગ કાનસર ખુટી સાથે જોડીન કિ.રૂ.૬૬,૧૫૦, સોનાનો કપ ચેન પેન્ડલ સાથે કિરૂ.૫૧,૪૫૦, સોનાના પાન ઇયરીંગ જોડી-૧ કિ.રૂ.૨૫૩૨૫, સોનાની કાપ બુટી જોડી-૧ કિ.રૂ.૫૫,૧૦૦, સોનાની કાનસર જોડ-1 કિ.રૂ.૨૨,૦૦૦, સોનાની બુટી લટકણ સાથે કિં.રૂ.૧૮,૩૦૦, સોનાની જેન્ટસ તથા લેડીશ વીટી અલગ અલગ ડીઝાઇન વાળી નંગ-૫ કિ.૩.૭૭,૧૦૦, ખોટૂ મંગલસૂત્ર નંગ-૧ કિ.૩૦૦, અને રોકડા રૂપિયા ૫૦,૯૫૫ કબ્જે કર્યા હતા.

વધુમાં આરોપીએ અગાઉથી પુર્વ આયોજીત કાવતરું રચી કાવત્રાના ભાગ રૂપે ચારેય આરોપીઓ જૂનાગઢ આવી ત્યાંથી બે – બે જણા અલગ અલગ થઇ બસમાં તથા અન્ય વાહનમાં ખોખરડા ફાટક પહોંચી ત્યાથી બે આરોપી રીક્ષામાં તથા બે આરોપી ચાલીને તા.17ના રોજ સાંજના સમયથીજ મરણજનારના ખેતરે આવી તુવેરના પાકમાં છુપાઇને બેસી ગયેલ હતા અને મોડી રાત્રીના મોકો મળતા રાજાભાઇ તથા જાલુબેનને મોતને ઘાટ ઉતારી ઘરમાં તીજોરીમાં રહેલ અલગ અલગ સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૭,૦૦,૦૦૦/- ની લુટ કરી ગુન્હો આચરેલ અને બનાવ બાદ આરોપીઓ ચાલીને ખોખરડા ફાટક નજીક પહોંચી બાવળની કાટમાં પૈસાના ભાગ પાડી ત્યાંથી બે આરોપીઓ બસમાં તથા બે ચાલતા તથા રીક્ષામાં એમ અલગ અલગ થઇ એક આરોપી વડોદરા તરફ નાશી ગયેલ અને ત્રણ આરોપીઓ જામનગર તરફ નાસી ગયેલ હતા.હજુ આ કેસમાં મહેશ ભુરીયા નામનો આરોપી ઝડપાયો ન હોય પોલીસે મહેશ ભુરિયાને ઝડપી લેવા પગેરું દબાવ્યું છે.