કેશોદના મેસવાણ ગામમા તીનપત્તિનો ખેલ માંડનાર આઠ ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના કેશોદના મેસવાણ ગામમા પોલીસે ગઈકાલે બાતમીના આધારે રેઇડ કરી જાહેર તીનપત્તિનો ખેલ માંડનાર આઠ આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદ પોલીસ સ્ટાફે ગઈકાલે કેશોદના મેસવાણ ગામમા કેટલાક શખ્સોએ તીનપત્તિનો ખેલ માંડ્યો હોવાની બાતમીના આધારે ત્યાં જુગારની રેઇડ કરી હતી. પોલીસે મેસવાણ ગામમા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતીનો પૈસાની હાર-જીત નો જુગાર રમતા આરોપીઓ દેવજીભાઈ જીવાભાઈ સાવલીયા, બાલુભાઈ ઘેલાભાઈ ચૌહાણ, લખુભાઈ અરશીભાઈ ઓડેદરા, મહેશભાઇ મણીલાલ સંઘાણી, વિક્રમ ઉર્ફે ઈટલી મનુભાઈ મક્કા, દિલુભા જેસીગભાઈ બાબરીયા, મનહરભાઈ ઉર્ફે કાળુ મેણંદભાઈ પરમાર, મેહુલભાઈ વાલભાઈ મક્કાને રોકડા રૂા.૧૪૨૦૦ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.