જૂનાગઢમાં યુવતીએ ઝેરી દવા પી મોતની સોડ તાણી

જૂનાગઢ : જૂનાગઢમાં યુવતીએ ઝેરી દવા પી મોતની સોડ તાણી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર નારાયણ નગર શાંતેશ્વર જોષીપરા જુનાગઢમાં રહેતી ભાવનાબેન કાનાભાઈ વાજા (ઉ.વ.૨૨) નામની યુવતીએ ગઈકાલે કોઈ કારણોસર ઝેરી દવા પીને મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવની જાણ થતા જૂનાગઢ બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આપઘાતના બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.