જૂનાગઢમાં રાત્રી કર્ફ્યુમાં આંટાફેરા કરતા પાંચ ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ શહેર પોલીસ દ્વારા કોવીડ ગાઇડલાઇન મુજબનું જાહેરનામું અમલમાં હોવા છતાં રાત્રી કર્ફ્યુ દરમિયાન આંટાફેરા કરતા પાંચ શખ્સોને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝાંઝરડા રોડ એકતા પાન વાળી ગલી પાસેથી ગોપાલભાઇ જેન્તીભાઇ માળી, રહે. એકતા પાન વાળી શશીકુંજ એપાર્ટમેન્ટ બ્લોક નં ૨૦૨, જીતેન્દ્રભાઇ ગૌરીરીશંકર મહેતા, રહે. એકલવ્ય સ્કુલની પાછળ તેમજ રાજેશભાઇ રેવાશંકર, રહે.હરીઓમ નગર શ્રી હરી પેલેસ ૩૦૩વાળાને કર્ફ્યુ દરમિયાન આંટાફેરા કરતા ઝડપી લીધા હતા.

જયારે જૂનાગઢ સી ડિવિઝન પોલીસે કૈલાશવાડી મેઈન રોડ ઉપરથી નિલ સુભાસભાઈ મહેતા, રહે. ગિરનાર સોસાયટી બ્લોક નં.-૧૪ અને હેમલભાઈ જગદિશભાઈ પુરોહીત, રહે. એમ.જી રોડ રાણાવાવ ચોક દર્શન એપાર્ટમેન્ટ બ્લોક નં. ૭ જુનાગઢ મુળ રહે ભેસાણ મેઈન ચોક પિપળા વાળી શેરી વાળાને ઝડપી લઈ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની ક ૩, ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ક ૫૧(બી) અને આઇપીસી કલમ 188 મુજબ કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.