ચોરવાડ ખાતે ભાજપના પ્રદેશમંડળની બેઠક યોજાઈ.

(કિશન વાળા દ્વારા)
માળીયા હાટીના : આજરોજ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સાથે 579 બેઠક યોજાયેલ હતી. જેના ભાગરૂપે માળીયા હાટીના ચોરવાડ મંડળની બેઠક સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને આયોજન કરેલ હતું.

પ્રદેશ મંડળની આ બેઠકમાં ચોરવાડ શહેરના વિવિધ વિવિધ પ્રશ્નોનો ઉકેલ, વિકાસલક્ષી આયોજન, છેવાડાના લોકો સુધી પાણીના પ્રશ્નો, લાઈટ ના પ્રશ્નોનું નિવારણ કરવા માટે સાંસદ રાજેશભાઇ ચુડાસમાને કાર્યકરો દ્વારા મૌખિક રજૂઆત કરેલ હતી.તેમજ પાર્ટીના હોદેદારોની હાજરીમા પેજ કમિટીની યાદી પ્રભારીને સોપવામાં આવેલ હતી.