2 હજાર રૂપિયા ઉછીનાં આપવાની ના પાડતા યુવાનને પાઇપ ફટકાર્યો

ભેસાણના પાટવડકોઠામાં થયેલી મારમારી મામલે એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ભેસાણના પાટવડકોઠામાં 2 હજાર રૂપિયા ઉછીનાં આપવાની ના પાડતા યુવાનને એક શખ્સે પાઇપ ફટકાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી યુસુફભાઇ સુલેમાનભાઇ ઠેબા (ઉ.વ.૨૫, રહે.મેદપરા તા.ભેસાણ, જી.જૂનાગઢ) એ આરોપી ભૈયા શંભુભાઇ ખાંટ (રહે.મેદપરા તા.ભેસાણ, જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૯ના રોજ પાટવડકોઠા પાસે આરોપીએ ફરીયાદી પાસે રૂપિયા.૨૦૦૦ ઉછીના માંગતા ફરીયાદક પાસે પૈસા ન હોય જેથી ફરીયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો બોલી પાઇપ વડે ફરીયાદીને ડાબા પગ તથા હાથમાં તથા માથામાં એક ઘા મારી ઇજા કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.