ચોરવાડમાં રોયલ સ્ટગ ક્લાસીક વ્હીસ્કી સાથે એક ઝડપાયો

જૂનાગઢ : જુનાગઢ જિલ્લાના ચોરવાડમાં આવેલ સેલેનીટી કોલોની સુનીલ ઉર્ફે બાંગડો પુનાભાઇ મેર ઉ.વ.૧૯એ પોતાના મકાનમાં ઈંગ્લિશ દારૂ રાખ્યો હોવાની બાતમીના આધારે ગઈકાલે પોલીસે તેના ઘરમાં રેઇડ કરી હતી અને પોલીસે આ મકાનમાં પ્લાસ્ટીકની થેલીમાં ઇંગ્લીશ પીવાના દારૂની રોયલ સ્ટગ ક્લાસીક વ્હીસ્કી ફોર સેલ ઇન યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ ઓન્લીલ લખેલ ૩૭૫ એમ.એલ.ની કંપની શીલબંધ કુલ બોટલ નંગ-૦૨ કી રૂ-૪૦૦ સાથે આ આરોપીને ઝડપી લીધો હતો.જ્યારે બીજો આરોપી અનીલ ભીખા જોરા હાજર ન મળી આવતા તેની સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.