ટ્રેકટર અને ટ્રોલી ચોરને ગણતરીની કલાકોમાં દબોચી લેતી મેંદરડા પોલીસ

નાગલપુર ગામમાં થયેલ ટ્રેક્ટર ચોરીના બનાવમાં પોલીસે સાત લાખના મુદામાલ સાથે આરોપીને શોભા વડલાથી દબોચ્યો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના નાગલપર ગામમાંથી ટ્રેકટર અને ટ્રોલી ચોરાઈ જવાના કિસ્સામાં મેંદરડા પોલીસે ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને શોભાવડલા ગામેથી સાત લાખના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિંદરસિંહ પવાર તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમશેટીની સુચના મુજબ જુનાગઢ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજા તેમજ જુનાગઢ ડીવીઝનનાં સર્કલ પો.ઇન્સ આર.એમ.વસાવાના માર્ગદર્શન હેઠળ મેંદરડા તાલુકાના નાગલપર ગામે થયેલ ટ્રેકટર અને ટ્રોલીની ચોરીની ઘટનામાં હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ દયાશંકરભાઇ વિક્માને મળેલી ખાનગી બાતમીને આધારે વિસાવદર તાલુકાના શોભાવડલા ગામેથી આરોપી રામકુભાઇ વીસાભાઈ વાળાને પોલીસ ટીમે મેસી TAFE MF 1134 DI કંપનીનું એક ટ્રેક્ટર રજી. નંબર GJ.11.BH.2924 નું કિ.રૂ.5,50,000 તથા શ્રીરામ એગ્રો કંપનીનું ટ્રેઇલર રજી. નંબર 4745 ની કિ.રૂ.1,50,00 નું ટ્રેક્ટર સાથે ટ્રોલી જેની કુલ કિ.રૂ.7લાખનો મુદ્દામાલ રીકવર કરી કબ્જે કરવામાં આવ્યા હતા.

આ સફળ કામગીરી મેંદરડા પીએસઆઇ કે.એમ.મોરી, પો.હેડ. કોન્સ. જયેશભાઇ દયાશંકરભાઇ વિક્મા,પો.હેડ.કોન્સ. પ્રધ્યુમનસિંહ જી.ઝણકાત, પો.કોન્સ. અનીલભાઇ બાબુભાઇ જમોડ, પો.કોન્સ. સુરેશભાઇ મોહનભાઇ ભાંભાણા તથા પો.કોન્સ. જગદીશભાઇ માણસુરભાઇ સીંધવ સહિતના સ્ટાફે કરી હતી.