વરસાદની આગાહીને પગલે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં લેવાયા પગલાં

જૂનાગઢ : શિયાળામાં કમોસમી વરસાદની આગાહીને પગલે જૂનાગઢ યાર્ડમાં ખેડૂતોના માલની સાવચેતી માટે પગલાં લેવામાં આવ્યા છે.

રાજ્યમાં તા. 20 અને 21ના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અન્વયે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગીરીશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ તો માર્કેટિંગ યાર્ડમાં નાના-મોટા 10 પ્લેટફોર્મ છે. જેથી, દરેક જણસી પ્લેટફોર્મની અંદર હોય છે. આથી, જો કમોસમી વરસાદ થાય તો માલ બગડવાની ભીતિ નથી. તો પણ કોઈપણ ઉત્પાદનને નુકસાન ન પહોંચે તેની તકેદારી વેપારીઓ, એજન્ટો અને ખેડૂતોએ લેવી તેમ જૂનાગઢ માર્કેટ યાર્ડના ચેરમેન પી. એસ. ગજેરાએ જણાવ્યું છે.