આ સામાન અમારી દુકાનનો નથી કહી દુકાનદારે ગ્રાહકને ધક્કો મારી પાડી દીધા

જૂનાગઢ કડીયાવાડ વિશાલ ટાવર સામે આવેલ હાર્ડવેરની દુકાનના મલિક સામે એટ્રોસીટીની ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢ કડીયાવાડ વિશાલ ટાવર સામે આવેલ હાર્ડવેરની દુકાનેથી અગાઉ લીધેલો પ્લબિંગનો સમાન વધતા પાછો દેવા ગયેલા ગ્રાહકને વધેલો આ સમાન અમારી દુકાનનો નથી તેમ કહી દુકાનદારે ધક્કો મારી પાડી દીધા હતા. આ બનાવ મામલે હાર્ડવેરની દુકાનના મલિક સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રતનદાસ મંગળદાસ સોલંકી (ઉ.વ.૭૨ રહે. કડીયાવાડ વણકરવાસ કવી શ્યામ સાધુ શેરી જુનાગઢ) એ આરોપી મહેશભાઇ ભરતભાઇ ચૌહાણ રહે.જુનાગઢ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી ગઇ તા.૫ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે ભરતભાઇની હાર્ડવેરની દુકાને પ્લમ્બીંગનો વધેલો સામાન પાછો આપવા ગયેલ ત્યારે આ આરોપીએ આ માલ અમારી દુકાનનો નથી હુ પાછો નહી રાખુ તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે હડધુત કરી ધક્કો મારી દુકાનના ઓટલા ઉપરથી પછાડી ડાબી આખના નેણ ઉપર ઇજા કરી હતી. આથી પોલીસે આ બનાવમાં એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.