જૂનાગઢના સ્વામિનારાયણ ગુરકુલમાં સંતો તથા વિદ્યાર્થીઓએ માઘસ્નાન કર્યું

જૂનાગઢ : જૂનાગઢ ખાતે સ્વામિનારાયણ ગુરકુલ જ્ઞાનબાગ સંતો તથા વિદ્યાર્થીઓએ માઘસ્નાન કર્યું હતું.

કહેવાય છે કે મકર રાશિમાં સૂર્યનું સ્થાન હોય ત્યારે પોષ માસની પૂર્ણિમાથી આરંભી ત્રીસ દિવસપર્યંત સ્નાન કરવું. જે મનુષ્યો શરીરના ઉપરના ભાગે વસ્ત્રરહિત ખુલ્લા શરીરે સ્નાન કરે તે પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે. ત્યારે આજે તા. 19 નાં રોજ જૂનાગઢમાં સ્વામિનારાયણ ગુરકુલ જ્ઞાનબાગ ખાતે સંતો તથા કોલેજનાં વિદ્યાર્થીઓએ માઘસ્નાન કર્યું હતું. માઘસ્નાન અંગે સનાતન ધર્મમાં દર્શાવેલ આધ્યાત્મિક મહત્વની માહિતી જ્ઞાનબાગ ગુરુકુલનાં સાધુ નંદકિશોરદાસ એ આપી હતી. તેમ સ્વામિનારાયણ ગુરકુલ જ્ઞાનબાગની યાદીમાં જણાવાયું છે.