જૂનાગઢમાં કોવીડ જાહેરનામા ભંગ સબબ ચાર વિરુદ્ધ કાર્યવાહી

જૂનાગઢ : જૂનાગઢમાં વધી રહેલા કોરોના સંક્ર્મણ વચ્ચે રાત્રી કર્ફ્યુ અમલમાં હોવા છતાં અણસમજુ લોકો રાત્રી દરમિયાન આંટાફેરા કરી કર્ફ્યુ ભંગ કરતા પોલીસે અલગ-અલગ ચાર કિસ્સામાં કોવીડ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી હતી.

જૂનાગઢ સીટી સી ડિવિઝન પોલીસ ટીમે મધુરમ, સાઇબાબાના મંદીર આગળથી સનસાઇન એપાટૅમેનટ બ્લોક નં બી/૨૦૧ મેર સમાજની સામે રહેતા રવીભાઇ પિયુષભાઇ ઓડેદરા ઉ.વ.૨૯અને સાઈબાબામંદિર સામે રહેતા જીતેન્દ્રભાઇ ઉફૅ કાનો દેવાયતભાઇ ડાંગર વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત સીટી બી ડિવિઝન પોલીસે જોષીપરા બાપુનગર પાસેથી ખલીલપુરરોડ ખોડલધામ ટાઉનશીપ મુકેશભાઇ પ્રફુલભાઇ વ્યાસ ઉ.વ.૪૨ અને સીટી એ ડીવીઝન પોલીસે અંબિકાચોક પાસેથી સુખનાથચોક બારાસૈયદ રોડ ઉપર રહેતા શાહરૂખ ઉર્ફ જહાંગીરમીયા હનીફમીયા કાદરી ઉ.વ.૨૨ને ઝડપી લઈ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી હતી.