જાહેરમાં બખેડો કરનાર ત્રણ મહિલાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

જૂનાગઢના સુખનાથ ચોક પોલીસ ચોકી સામે રોડ ઉપરના બનાવમાં પોલીસે ખુદ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના સુખનાથ ચોક પોલીસ ચોકી સામે રોડ ઉપર જાહેરમાં ત્રણ મહિલાઓએ કોઈ બાબતે લડી ઝઘડીને બખેડો કરી અશાંતિનું વાતાવરણ ઉભું કર્યું હતું. આથી તુરંત જ પોલીસે આ ત્રણેય મહિલાઓને પકડી તેમની સામે ગુન્હો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એ ડીવી.ના પો. હેઙ. કોન્સ. કીરણભાઇ કાનજીભાઇએ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સુખનાથ ચોક પોલીસ ચોકી સામે રોડ ઉપર ત્રણ મહિલાઓ બખેડો કરતી નજરે પડી હતી. જેમાં આરોપીઓ ચંપાબેન રાજુભાઇ સોલંકી (ઉ.વ.૫૫ રહે. ધારાગઢ દરવાજા જુનાગઢ) રમાબેન મહેશભાઇ સોલંકી (ઉ.વ.૩૦ રહે. ધારાગઢ દરવાજા જુનાગઢ), નીતાબેન રાજુભાઇ સોલંકી (ઉ.વ.૨૮ રહે. સુખનાથ ચોક શાકમાર્કેટ પાસે ફુટપાથ પર જુનાગઢ) નામની આ ત્રણેય મહિલાઓએ જાહેર સ્થળમાં મારામારી કરીને જાહેર શાંતિનો ભંગ કરી તથા બિભત્સ ગાળો બોલી બખેડો કરતા મળી આવતા પોલીસે તેમને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.