જૂનાગઢ જિલ્લા પંચાયતમાં સખીમંડળ સંચાલિત ઝેરોક્ષ સેન્ટર શરૂ

અરજદારોને સુવિધા સાથે બહેનોને રોજગારી મળશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આવતા અરજદારોને સુવિધા મળે અને સાથો સાથ બહેનોને રોજગારી મળે તેવા ઉમદા હેતુ સાથે જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરીમાં સખીમંડળ સંચાલિત ઝેરોક્ષ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

જિલ્લા પંચાયત જૂનાગઢના બિલ્ડીંગમા જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ તેમજ ડીઆરડીએના નિયામક આર.જે.જાડેજાના હસ્તે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) હેઠળ સખીમંડળ સંચાલિત ઝેરોક્ષ સેન્ટરનુ ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ.
જૂનાગઢ જિલ્લા પંચાયત, કલેકટર કચેરી અને પોલીસ અધિક્ષક કચેરીમાં કામ સબબ ઝેરોક્ષ કચેરીમાં જ થાય તે માટે જિલ્લા પંચાયતમાં સખી મંડળ સંચાલિત ઝેરોક્ષ મશીન મૂકવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા મહિલાઓના વિકાસ માટે હંમેશા તત્પર હોય તેમજ સખી મંડળની બહેનો દ્વારા ઝેરોક્ષ મશીન શરૂ કરવામાં આવે તો બીજા બહેનોને પણ આર્થિક રીતે પગભર થવામાં પ્રેરણા મળે તે હેતુથી તેમણે તાત્કાલિક સંમતિ આપવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે ઓફીસની કામગીરી માટે લાભાર્થીઓ આવતા હોય છે.ત્યારે આ પહેલથી સખીમંડળના બહેનોને કાયમી આજીવીકાની સાથે જ બહારથી આવતા લાભાર્થીઓને, જિલ્લા પંચાયતમાં જ ઝેરોક્ષની સુવિધાનો લાભ મળશે.