વેરાવળ પોરબંદર હાઇવે ઉપર ટ્રકની હડફેટે આધેડનું મોત

મૃતકના પુત્રએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : માંગરોળ મરીન વિસ્તારમાં વેરાવળ પોરબંદર હાઇવે સાંગાવાડા ગામની પંચાયત સામે રોડ ઉપર ટ્રકની હડફેટે આધેડનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ જીવલેણ અકસ્માતના બનાવ માનલે મૃતકના પુત્રએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

માંગરોળ મરીન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રોહિતભાઇ રૂડાભાઇ માલમ (ઉ.વ.૩૪ રહે.સાંગાવડા ગામ ટોબરા વાડી વિસ્તાર તા.માંગરોળ) આરોપી ટ્રક નં.GJ – 09 – Z – 7389 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૮ ના રોજ વેરાવળ પોરબંદર હાઇવે સાંગાવાડા ગામની પંચાયત સામે રોડ ઉપર આરોપી ટ્રક નંબર GJ-09-Z-7389 ના ચાલકે પોતાના હવાલાનો ટ્રક બેફીકરાયથી અને પુર ઝડપે ગફલતભેરી રીતે ચલાવી ફરીયાદીના પિતા રૂડાભાઇ માલમને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી તેમનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આરોપી ટ્રક ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.