જૂનાગઢ જિલ્લામાં આજે 114 કોરોના પોઝિટિવ કેસ

જિલ્લામાં 55 દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ બન્યા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના કેસોની સેન્ચુરી આજે પણ યથાવત રહી છે. આજે જૂનાગઢ શહેરમાં 95 સહિત જિલ્લામાં કુલ નવા 114 પોઝિટિવ કેસ નોંધાયા છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગના સતાવાર આંકડા મુજબ આજે જિલ્લામાં કુલ 114 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં 95, જૂનાગઢ ગ્રામ્યમાં 2, કેશોદમાં 5, ભેસાણમાં 1, માળીયા હાટીનામાં 2, મેંદરડામાં એક અને વંથલી, વિસાવદરમાં ચાર – ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે.

વધુમાં આજે બુધવારના દિવસે જૂનાગઢ જિલ્લામાં કુલ 55 દર્દીઓ કોરોનાને મહાત આપી સાજા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતુ.આજે આરોગ્ય વિભાગ દ્વારા 47 ધનવંતરી રથ મારફતે 4821 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને શહેર – જિલ્લામાં કુલ મળી 2389 દર્દીઓને કોરોના વેકસીન આપવામાં આવી હતી.