બાળકને તાવડીમાં પગ રાખવાની ના પાડતા પરિણીતાને પતિ-દિયરે માર માર્યો

માળીયા હાટીનાના શેરીયાખાણ ગામે પારિવારિક ડખ્ખો પોલીસ મથકે પહોંચ્યો

જૂનાગઢ : માળીયા હાટીનાના શેરીયાખાણ ગામે પારિવારિક ડખ્ખો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં બાળક તાવડીમાં પગ રાખતો હોય તેને પગ રાખવાની ના પાડતા પરિણીતા ઉપર પતિ અને દિયરે લોખંડના પાઈપથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પરિણીતાએ તેના પતિ અને દિયર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા (હા.) પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ફરિયાદી જાહીદાબેન જુશબ હુસેન લાખા (ઉ.વ.૩૧ રહે.શેરીયાખાણ વાડી વિસ્તાર તા.માળીયા હાટીના) એ પતિ – જુશબ હુસેન તથા દીયર – ઇલ્યાસ (રહે.બન્ને શેરીયાખાણ તા.માળીયા હાટીના) સામે ફરિયાદ નોંધાવી હતી કે, પંદર દીવસ પહેલા કોઇપણ સમયે શેરીયાખાણ ગામે ફરીયાદીનો છોકરો તાવડીમાં પગ રાખતો હોય જેથી તેને ના પાડતા અને ઠપકો આપતા આરોપીઓએ ફરીયાદી ઉપર ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુંનો શરીરે મુઢ મારમારી તથા લોંખડ વડે માથામાં એક ઘા મારી ઇજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.