૧૦૩ ઈંગ્લીશ દારૂની બોટલો ભરેલી કાર સાથે એક ઝડપાયો

વીસાવદર પોલીસ સ્ટાફે સતાધાર પાસે રેઇડ કરી દારૂ-કાર સહિત કુલ રૂ.૧,૬૬,૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો

જૂનાગઢ : વીસાવદર પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે સતાધાર પાસે રેઇડ કરી ૧૦૩ નંગ ઈંગ્લીશ દારૂની બોટલો ભરેલી કાર સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. તેમજ પોલીસે દારૂ-કાર સહિત કુલ રૂ.૧,૬૬,૨૦૦નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે સતાધાર રોડ રેલ્વે ફાટક પાસે સતાધાર પાસે દારૂની રેઇડ કરી હતી.જેમાં પોલીસે આરોપી વીપુલભાઇ ઉર્ફે જીકાભાઇ અમરાભાઇ ચાંદુ (ઉ.વ.૨૧ રહે.બદક તા.વીસાવદર) પોતાના કબ્જા ભોગવટાની ફોરવ્હીલ ગાડી નં-GJ-13-AT-3689 મા પર-પ્રાંત ભારતીય બનાવટનો ૭૫૦ એમ.એલ ની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૩ ની કી.રૂ.૪૧,૨૦૦ તથા આ દારૂની હેરાફેરીમા ઉપયોગ લેવાયેલ ફોરવ્હીલ ગાડી જેની કી.રૂ.૧,૨૫,૦૦૦ મળી કુલ કી.રૂ.૧,૬૬,૨૦૦નો પ્રોહી મુદામાલ રાખી રેઈડ દરમ્યાન હાજર મળી આવતા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.