જૂનાગઢની રાજમોતી સોસાયટીમાં જુગાર રમતી આઠ મહિલાઓ સહિત નવ ઝડપાયા

જુનાગઢ તાલુકા પોલીસે રેઇડ કરી સ્થળ ઉપરથી રોકડા રૂ.૧૦,૨૬૦ કબ્જે કર્યા

જૂનાગઢ : જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના જૂનાગઢની રાજમોતી સોસાયટીમાં જુગારની રેઇડ કરી એક બે નહિ પણ આઠ જેટલી મહિલાઓ સહિત નવ આરોપીઓને જુગાર રમતા રંગેહાથે ઝડપી લીધા હતા. જુનાગઢ તાલુકા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૧૦,૨૬૦ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના ખામધ્રોડ રોડ ઉપર આવેલ રાજમોતી પાકૅ સોસાયટીમાં જુગારની રેઇડ કરી હતી. પોલીસે આ સોસાયટીમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વડે હારજીતનો તીનપતીનો જુગાર રમતી રસીલાબેન અરજણભાઈ મારુ, લખમણભાઇ ખીમાભાઇ વાઢીયા, સંગીતાબેન અનીલભાઈ માવદીયા, મીનાક્ષીબેન ઉફૈ મીનાબેન વલ્લભભાઇ સીંગડીયા, રમાબેન મોતીભાઇ જોલાપરા, સંગીતાબેન ઉફૈ સતીબેન વીરજીભાઈ ચાવડા, ભાવીકાબેન ગીરીશભાઇ માવદીયા, નીમુબેન આણદભાઇ અપારનાથી અને પ્રસન્નબેન બહાદુરસિંહ વાધેલાને રૂ.૧૦,૨૬૦ ની રોકડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.