જૂનાગઢમાં કોરોના વિસ્ફોટ : નવા 131 કેસ

જૂનાગઢ શહેરમાં 116, ગ્રામ્યમાં 7 કેસ, વંથલીમાં 5, કેશોદમાં 2 અને માંગરોળમાં એક કેસ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ વચ્ચે આજે એક જ દિવસમાં નવા 131 કેસ સામે આવ્યા છે. જેમાં એકલા જૂનાગઢ શહેરમાં જ 116 કેસ સામે આવ્યા છે.

જુનાગઢ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે હાથ ધરાયેલ કોરોના ટેસ્ટિંગ દરમિયાન જિલ્લામાં નવા 131 કેસ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં 116, ગ્રામ્યમાં 7 કેસ, વંથલીમાં 5, કેશોદમાં 2 અને માંગરોળમાં એક કેસ નોંધાયો છે.

બીજી તરફ આજે જૂનાગઢ જિલ્લામાં આજે જૂનાગઢ શહેરના 42, જૂનાગઢ ગ્રામ્યના 1,કેશોદના બે અને વંથલી તેમજ વિસાવદર તાલુકામાં બે – બે દર્દીઓ મળી કુલ 51 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.

દરમિયાન આજે જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા 46 ધનવંતરી રથ મારફતે 5212 નાગરિકોને તપાસવામાં આવ્યા હતા ઉપરાંત શહેર જિલ્લાના મળી કુલ 3777 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

8ઉ