બાંટવામાં ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવાર દરમિયાન મોત

જૂનાગઢ : બાંટવામાં ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મહેશભાઇ રાજાભાઇ રાઠોડ (ઉ.વ.૩૦ રહે. બાંટવા તા.માણાવદર) નામના યુવાન કોઇપણ કારણોસર ઝેરી દવા પી જતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.