ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્ય માટે દાવેદારી કરવા મામલે ઉમેદવારના ભાઈને લાકડી ફટકારી

કેશોદના ચાદીગઢ ગામેં ચૂંટણીનું મનદુઃખ રાખી હરીફ ઉમેદવારે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદના ચાદીગઢ ગામેં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્ય માટે દાવેદારી કરવા મામલે ઉમેદવારના ભાઈને લાકડી ફટકારી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચૂંટણીનું મનદુઃખ રાખી હરીફ ઉમેદવારે આ હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વલ્લભભાઇ ભીખાભાઇ મુછડીયા (ઉ.વ.૨૫ રહે.ચાંદીગઢ ગામમાં તા.કેશોદ જી.જુનાગઢ) એ આરોપી વીનુભાઇ દેવાભાઇ મુછડીયા (રહે.ચાદીગઢ ગામ તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના ભાઇ તથા આરોપી તેમના ગામની ગ્રામ પચાયતની ચુટણીમાં સભ્યમાં ફોર્મ ભરેલ હોય જે બાબતનુ મનદુખ રાખી ફરીયાદીને ગાળો બોલી, ફરીયાદી તથા સાહેદને લાકડીના બટકા વડે માર મારી મુંઢ ઇજા કરી હતી. આ બનાવની પોલીસ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.