ચોરી પે સીના જોરી : માસ્ક વગર નીકળેલા બે શખ્સોએ પોલીસને લાફા ઝીંકયા

જૂનાગઢના આઝાદચોક પાસે ગર્લ્સ હાઇસ્કુલ સામેના બનાવમાં ફરજમાં રૂકાવટનો ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના આઝાદચોક પાસે ગર્લ્સ હાઇસ્કુલ સામે ગઈકાલે માસ્ક વગર બાઇકમાં નીકળેલા બે શખ્સોને પોલીસે અટકાવતા ચોરી પે સીના જોરીની જેમ આ બન્ને શખ્સો લાજવાને બદલે ગાજી પોલીસમેન સાથે માથાકૂટ કરી લાફાવાળી કરી હતી. આથી પોલીસમેને ફરિયાદ નોંધાવતા બંને શખ્સો સામે ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધાયો છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકના પોલીસ કર્મચારી રાજુભાઇ ભાયાભાઇએ આરોપીઓ યસ પ્રતાપભાઇ વડાગામા (ઉ.વ ૨૪), પ્રતાપભાઇ રતીલાલ વડાગામા (ઉ.વ. ૫૨
રહે. બન્ને ઉપરકોટ જગમાલ ચોક અમ્રુતવાડીની બાજુમા સુગમ એપાર્ટમેંન્ટ બ્લોક નં.૩૦૨ જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, જૂનાગઢના આઝાદચોક પાસે ગર્લ્સ હાઇસ્કુલ સામે ગઈકાલે ફરીયાદી પોતાની કાયદેસરની ફરજમાં હતા. તે દરમ્‍યાન ઉપરોક્ત બન્‍ને આરોપીઓ ડબલ સવારી બાઈકમાં મોઢે માસ્‍ક બાધ્યા વગર નિકળતા ફરીયાદીએ તેઓને રોકાવતા બન્‍ને જણાએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી ફરીયાદી સાથે ઝપાઝપી કરી ફરીયાદીને મોઢાના ભાગે તથા કાન પાસે બે ત્રણ લાફા મારી ફરીયાદીને ગર્ભીત ધમકી આપી ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે બન્ને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.