જૂનાગઢ જિલ્લામાં કોરોનાની ગાડી ગતિમાન : નવા 69 કેસ

35 દર્દીઓ કોરોનાને હરાવી ડિસ્ચાર્જ થયા : જૂનાગઢ શહેરમાં અવિરત અણનમ કોરોના જેવી સ્થિતિમાં નવા 59 કેસ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાની ગાડી પુરપાટ ઝડપે દોડી રહી હોય તેવી સ્થિતિ વચ્ચે આજે નવા 69 કેસ સામે આવ્યા છે જેમાં જૂનાગઢ શહેરમાં કોરોના અણનમ હોય તેમ નવા 59 કેસ નોંધાયા છે.

જૂનાગઢ જિલ્લામાં કોરોના એક દિવસ હળવો અને એક દિવસ ભારે બનતો હોય તેવી સ્થિતિમાં ગતિમાન થયો હોય તેમ આજે સમગ્ર જિલ્લામાં કુલ 69 કેસ સામે આવ્યા છે જેમાં શહેરમાં જ નવા 59 કેસ નોંધાયા છે. આ ઉપરાંત જિલ્લામાં જૂનાગઢ ગ્રામ્યમાં 4, માણાવદરમાં 2, કેશોદમાં 1, માળિયામાં 1, વંથલીમાં 1 અને વિસાવદરમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.

 

દરમિયાન આજે જૂનાગઢ જિલ્લામાં 35 દર્દીઓએ કોરોનાને હરાવતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા આજે 46 ધનવંતરી રથ મારફતે 5002 દર્દીઓને તપાસી પ્રાથમિક સારવાર આપવા સાથે શહેર જિલ્લામાં કુલ મળી 5745 નાગરિકોનું વેકસીનેશન પણ કરાયું હતું.