ચિત્તલનો છલાંગ લગાવતો અદ્દભુત વિડીયો વાયરલ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો ગીરના જંગલનો હોવાનું અનુમાન

 

જૂનાગઢ : ગીરના જંગલમાં ગેરકાયદે લાયન શો અને સિંહના શિકાર અંગેના વિડીયો સોશિયલ મીડિયામાં અવાર નવાર વાયરલ થતા રહે છે ત્યારે આજે સોશિયલ મીડિયામાં ઉછળ કૂદ કરતા ચિતલનો વિડીયો ખુબ જ વાયરલ થયો છે અને આ વિડીયો ગીરના જંગલ નો જ હોવાનું મનાઈ રહ્યું છે.

 

જૂનાગઢ પંથકમાં ચિતલ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. આ વિડીયોમાં વનરાઈમાંથી કાચો રસ્તો ઓળંગતી વખતે ચિતલ અંદાજે સાતેક ફૂટ ઉંચી અદ્દભુત છલાંગ લગાવતા જોવા મળે છે.આ વિડીયોમાં જોવા મળતા દ્રશ્યો ઉપરથી ગીરના જંગલનો હોવાનું મનાઈ રહ્યું છે.જવલ્લે જ આવા દ્રશ્યો કેમેરામાં થતા હોય છે ત્યારે કોઈ પ્રવાસીના મોબાઈલ ફોનમાં આ અદભુત ક્ષણ કેદ થયેલી હોય સોશિયલ મીડિયામાં આ વીડિયોએ ધૂમ મચાવી છે.