વંથલીના કણઝા ગામે ઝેરી દવા પી લેતા વૃદ્ધનું મોત

જૂનાગઢ : વંથલી તાલુકાના કણઝા ગામે રહેતા જમનભાઇ જીવાભાઇ વાસળીયા ઉ.૬૫ નામના વૃદ્ધે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે જુનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.