તું મારા પતિ સામે કેમ જુએ છે ? તેમ કહેતા મહિલાઓ બાખડી

જુનાગઢના ઉપરકોટ રોડ ઉપર આવેલ ગીરનાર એપાર્ટમેન્ટમાં મહિલાઓ વચ્ચે થયેલી મારામારીમાં સામસામી ફરિયાદ

જૂનાગઢ : જુનાગઢના ઉપરકોટ રોડ ઉપર આવેલ ગીરનાર એપાર્ટમેન્ટમાં તું મારા પતિ સામે કેમ જુએ છે ? તેમ કહેતા મહિલાઓ બાખડી પડી હતી. સભ્ય સમાજની આ સોસાયટીઓની મહિલાઓ વચ્ચે શેરી ગલીના ટપોરીઓની જેમ લાકડી વડે અને છુટા હાથથી બરોબરની જામી પડી હતી. આ બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાઈ છે.

જૂનાગઢના એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જયશ્રીબેન સજયભાઇ ગોસાઇ (ઉ.વ.૩૮ રહે.ગીરનાર એપા. ઉપરકોટ જુનાગઢ) એ આરોપીઓ નીશાબેન તુલસીભાઈ, તેજસભાઈ તુલસીભાઈ, તનુબેન તુલસીભાઈ (રહે. તમામ ગીરનાર એપા. ઉપરકોટ રોડ જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેમની સોસાયટીમાં ફરીયાદીને આરોપી નીશાબેનએ કહેલ કે તુ મારા પતિ સામે શું કામે જોવે છે તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ઢીકાપાટુનો માર મારી તેમજ લાકડી વાડે જમણા ગાલ ઉપર ઈજા કરી હતી.

સામાપક્ષે અંકેશભાઈ પરષોત્તમભાઇ જુમાણી (ઉ.વ ૧૯ રહે. ઉપરકોટ પાસે ગિરનાર એપાર્ટમેન્ટ જુનાગઢ) એ આરોપી જયશ્રીબેન (રહે ગિરનાર એપાર્ટમેન્ટ જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી જયશ્રીબેન ફરીયાદીની બહેન સાથે માથાકુટ કરતા હોય જેને છોડાવવા જતા આરોપી એ ફરીયાદીની બહેનને ઢિકાપાટુનો માર મારેલ તેમજ છરી લાવી ફરીયાદીને ખંભા પાસે મારી ઈજા કરી હતી. પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.