લુખ્ખાગીરી : આવારા શખ્સ ખુલ્લી છરી સાથે યુવાન પાછળ દોડ્યો

જુનાગઢની બહેરા-મુંગા શાળા પાસેના બનાવમાં હુમલાની કોશિશનો ગુન્હો દાખલ

જૂનાગઢ : જુનાગઢની બહેરા-મુંગા શાળા પાસે આવારા શખ્સે બાઈક લઈને ખુલ્લી છરી સાથે યુવાન પાછળ દોટ મૂકી હતી. આ બનાવમાં યુવાનને ફરિયાદ નોંધાવતા આરોપી સામે પોલીસે હુમલાની કોશિષનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રફીક્ભાઇ અસરફભાઇ રાઢીંયાવાડા (ઉ.વ.૨૧ રહે,ઢાલરોડ પીંજારાફળીયા જુનાગઢ)એ આરોપી રેહાન મેંમણ (રહે જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે જૂનાગઢની બહેરા-મુંગા શાળા પાસે ફરીયાદી મોટર સાઇકલ ઉપર જતાં હતા. તે વખતે આરોપીએ પાછ્ળ આવી ફરીયાદીની ખંભા ઉપર છરીનો હાથો મારી ખુલ્લી છરી લઇ પાછળ બાઈક ઉપર આવી હુમલો કરવાની કોશીશ કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.