જૂનાગઢમાં કોરોના ફરી વકર્યો : નવા 52 કેસ

જૂનાગઢ શહેરમાં 44, ગ્રામ્યમાં 2, વંથલીમાં 4 અને કેશોદમાં બે કેસ નોંધાયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો ફૂંફાડો ફરી વધ્યો હોય તેમ આજે નવા 52 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રિકવરી રેટ પણ વધ્યો છે અને 49 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા ડિસ્ચાર્જ અપાયું છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આજે જૂનાગઢ જિલ્લામાં હાથ ધરાયેલ કોરોના ટેસ્ટિંગ દરમિયાન કુલ 52 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં જૂનાગઢ શહેરમાં 44, ગ્રામ્યમાં 2, વંથલીમાં 4 અને કેશોદમાં બે કેસ સામે આવ્યા છે.

દરમિયાન જુનાગઢ જિલ્લામાં કોરોના રિકવરી રેટમાં સુધારો આવ્યો છે અને કુલ 49 દર્દીઓએ કોરોનાને હરાવી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. આ સાથે જ આજે આરોગ્ય વિભાગ દ્વારા 45 ધનવંતરી રથ દ્વારા 5009 લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી અને શહેર જિલ્લામાં કુલ મળી 3781 નાગરિકોનું વેકસીનેશન કરાયું હતું.