ચોરવાડમાં બે શખ્સો રમની 6 બોટલ સાથે ઝડપાયા

જૂનાગઢ : ચોરવાડ પોલીસે બે અલગ – અલગ બનાવમાં બે શખ્સોને રમ શરાબની 6 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ બનાવમાં ચોરવાડના રામવવા ચોક નજીકથી પોલીસે આથમણા ઝાપા પીપળીવાવ વિસ્તારમાં રહેતા હાર્દિક ઉર્ફે સાડા બાર ધીરૂભાઇ ચુડાસમા ઉ.વ.૨૧ ભારતીય બનાવટની ઓલ્ડ મોન્ક ડીલક્ષ રમ વેરી ઓલ્ડ વોટેડ XXXફોર સેલ ઇન દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ ઓન્લી લખેલ પ્લાસ્ટીકની બોટલો નંગ-3 કિંમત રૂ.1200 સાથે ઝડપી લીધો હતો.

જ્યારે બીજા બનાવમાં પોલીસે સેલેનીટી કોલોની સામેથી ચોરવાડ ભોલર સીમ વિસ્તારમાં રહેતા રાજેશ ઉર્ફે કાલુ રાણાભાઇ વંશને પણ ઓલ્ડ મોન્ક ડીલક્ષ રમ વેરી ઓલ્ડ વોટેડ XXXફોર સેલ ઇન દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ ઓન્લી લખેલ પ્લાસ્ટીકની બોટલો નંગ-3 કિંમત રૂ.1200 સાથે ઝડપી લઇ બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.