ચોરવાડના ગડુ ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

જૂનાગઢ : ચોરવાડના ગડુ ગામે ગઈકાલે ચોરવાડ પોલીસ સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં તીનપતી નામનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતા આરોપીઓ ઇલ્યાસ વજીરભાઇ મકરાણી, સલીમ હાજીભાઇ સમા, શાહરૂખ લીયાકતભાઇ બેલીમ, ઇલ્યાસ ઉમેદભાઇ કલોયા, રીયાજ ઇબ્રાહીમ હીંગોરાને રોકડા રૂ.૪૮૧૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.