છકડો રીક્ષાએ બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક આધેડનું મોત

આંત્રોલી ચેક પોસ્ટ સામેના અકસ્માતના બનાવમાં મૃતકના પુત્રએ છકડો રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના શીલ નજીક આંત્રોલી ચેક પોસ્ટ સામે છકડો રીક્ષાએ બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક આધેડનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતના બનાવમાં મૃતકના પુત્રએ છકડો રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

શીલ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનોજભાઇ ભીખાભાઇ કાથડ (ઉ.વ.૩૫ રહે.આજક ગામ વણકરવાસ તા.માંગરોળ) એ આરોપી છકડો રીક્ષા નં. GJ – 10 – U – 8527 વાળીનો ચાલક ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૫ના રોજ આંત્રોલી ચેક પોસ્ટ સામે આરોપી છકડો રીક્ષા નં. GJ-10-U-8527 વાળી ના ચાલક ડ્રાઇવરએ પોતાના હવાલાની છકડો રીક્ષા બે ફીકરાઇથી અને પુરઝડપે ચલાવી ફરીયાદીના પિતા ભીખાભાઇ કાથડ ના હવાલાના નં. GJ-3-FA-7799 વાળા બાઇકને પાછળથી હડફેટે લેતા ફરીયાદીના પિતા ભીખાભાઇ કાથડને માથામા તથા શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેમનું મોત થયું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.