વાડીના મકાનમાં ઘમધમતું જુગારધામ ઝડપાયું, 18ની ધરપકડ

કેશોદના કરેણી ગામેં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, જુગરધામ ચાલવતો આરોપીનો પાર્ટનર ફરાર

જૂનાગઢ : કેશોદના કરેણી ગામેં વાડીના મકાનમાં ઘમધમતું જુગારધામ હોવાની નક્કર બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી અને પોલીસે વાડીના મકાનમાં ઘમધમતું જુગારધામ ઝડપી લઈ 18 આરોપીની ધરપકડ કરી હતી. જો કે જુગારધામ ચાલવતો આરોપીનો પાર્ટનર હાથમાં આવ્યો ન હતો.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદના કરેણી ગામની ગણેસ કુંડલી તરીકે ઓળખાતી સીમમા વાડીના મકાને આરોપી સંજયભાઇ પાંચાભાઇ ભરડા પોતાના પાર્ટનરની જમીનમા આવેલ મકાનમા બહારથી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરાપાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી પૈસા પાના વડે જુગારધામ ચાલવતો હોવાની બાતમી મળતા આ સ્થળે ગઈકાલે કેશોદ પોલીસની ટીમે છાપો માર્યો હતો.

પોલીસે વાડીના મકાનમાં જુગાર રમતા આરોપીઓ સંજયભાઇ પાંચાભાઇ ભરડા, ખાલીક આમદભાઇ પડાયા, ફારૂક ભાઇ અલ્લારખાભાઇ પારેખ, હનીફભાઇ અબ્દુલાભાઇ ચૌહાણ, ફારૂકભાઇ અહમદભાઇ લુલા, હારૂનભાઇ હુશેનભાઇ ખાદીમ, મહમદભાઇ ભીખાભાઇ કાલવત, ભલાભાઇ બાલુભાઇ ડાભી, રીઝવાન આમદભાઇ ગમેરીયા, યુસુફભાઇ આમદભાઇ લુલા, ઇકબાલભાઇ વલીભાઇ સીપાહી, દીનેશભાઇ કાળાભાઇ મારૂ, ભરતભાઇ ધીરૂભાઇ ગોરીયા, મુળુભાઇ અરજણભાઇ હડીયા, ભોજુભાઇ ભગુભાઇ પાંચાળીયા, ગોકુલભાઇ રણછોડભાઇ કમાણી, જયેશભાઇ દુદાભાઇ સગરકા, હનીફભાઇ કાસમભાઇ કોલાદને.રોકડ રૂ.૪૨૪૫૦ તથા બાઈક-૩ કી.રૂ. ૫૦,૦૦૦ તેમજ મોબાઈલ ફોન નંગ-૧૩ કી.રૂ.૧૮,૫૦૦ એમ કુલ કી રૂ.૧૧૦,૯૫૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે હાજર નહી મળી આવનાર આરોપીનો પાટર્નર મોહીતભાઈ લાલજીભાઈ હીગરાજીયાને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.