નશાખોરે વગર વાંકે આધેડને લાકડી ફટાકરી

ભેસાણના ખંભાળીયા ગામે થયેલી મારામારીના બનાવની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ભેસાણના ખંભાળીયા ગામે એક શખ્સે નશાની હાલતમાં ખોટો કજિયો કરી વગર વાંકે રસ્તે પસાર થતા આધેડને લાકડી ફટકારી હતી. આધેડે આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની ભેસાણ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ડાયાભાઇ તેજાભાઇ સોલંકી (ઉ.વ.૫૦, હાલ.ખંભાળીયા તા.ભેસાણ) એ આરોપી શૈલેષભાઇ ગોવિંદભાઇ સોલંકી (રહે.ખંભાળીયા તા.ભેસાણ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી ગઈકાલે કરીયાણુ લઇ તેના ઘરે પરત આવતા હતા. તેવામાં આરોપી દારૂ પીધેલ હાલતમાં હોય જે ફરીયાદી સાથે બોલાચાલી કરી ફરીયાદીને ધક્કો મારી પછાડી દઇ લાકડીનો એકઘા ફરીયાદીના જમણા પગના સાથળના ભાગે મારી દઇ ઇજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.