જૂનાગઢમાં કોરોના જાહેરનામા ભંગ સબબ ચાર વિરુદ્ધ કાર્યવાહી

સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં દુકાન ખુલ્લી રાખનારને ઝડપી લીધા

જૂનાગઢ : કોરોના મહામારીને કારણે હાલમાં રાત્રી કર્ફ્યુ અમલમાં હોવા છતાં મોડે સુધી દુકાન ખુલ્લી રાખી આંટાફેરા કરનાર ચાર ઈસમો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

જૂનાગઢ બી ડિવિઝન પોલીસે તળાવ દરવાજા શહીદ પાર્ક પાસેથીઅબ્દુલ કાદર વડગામાં,રહે. અંઝટા ટોકીઝ નાથીબા મસ્જીદ પાસે જુનાગઢ, ઝાંસીના પુતળા પાસે મજકુર મુસ્તુફા યુસુફ ભાઇ કચરા,રહે. સુખનાથ ચોક પીશોરી વાડા સફીના મસ્જીદ પાસે જૂનાગઢ વાળને ઝડપી લઈ નાઈટ કર્ફ્યુ ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત ઝાંઝરડા રોડ ગાયત્રી સ્કુલ પાસે સમીરભાઇ મહેન્દ્રભાઇ જીવાણી, રહે ઝાઝરડા રોડ સુરભી પાનની સામે અને મધુરમ અંજની પેટ્રોલ પંપની સામેથી પ્રતિકભાઇ લાલજીભાઇ બારીયા,રહે. મધુરમ કિષ્ણાપાકૅ સોસાયટી મોતીપેલેસ ટાઉન શીપની સામે જુનાગઢવાળને ઝડપી લઈ કોવીડ ગાઇડલાઇન જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.