વંથલી – માણાવદર હાઇવે ઉપર ટ્રકે છકડો રિક્ષાને હડફેટે લીધી

જૂનાગઢ : વંથલી – માણાવદર હાઇવે ઉપર ઘંટીયા ફાટક નજીક ટ્રક રજી.નં. જી.જે.-૧૧-ટી.ટી.-૮૬૬૩ ના ચાલકે બરવાળા ગામના જુસબભાઇ હાજીભાઇ ગંભીરની છકડો રિક્ષાને હડફેટે લઇ ફરિયાદી તેમજ રિક્ષામાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઇજાઓ કરી અકસ્માત સર્જી નાસી જતા આ મામલે વંથલી પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.