જૂનાગઢના આણંદપુરમાં ખાણ ખનિજત તંત્રનો સપાટો, રેતી, જેસીબી, ટ્રેકટર સહિતના વાહનો જપ્ત

ચારથી વધુ શખ્સો સામે નદીના પટ્ટમાં ગેરકાયદે રેતી ચોરીનો ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના આણંદપુરમાં ખાણ ખનિજત તંત્રનો સપાટો બોલાવ્યો હતો અને ગેરકાયદે રેતી ચોરીનું નેટવર્ક ઝડપી લીધું હતું. જેમાં મોટાપાયે રેતીનો જથ્થો તેમજ જેસબી અને ટ્રેકટર જેવા વાહનો જપ્ત કરી ચારથી વધુ શખ્સો સામે નદીના પટ્ટમાં ગેરકાયદે રેતી ચોરીનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભુસ્તર વિભાગ અને ખનીજ ખાતુ જુનાગઢના રોયલ્ટી ઇન્સ્પેકટર હિરેન પી. ચાંડેરાએ આરોપીઓ જે.સી.બી. તેમજ ટ્રેક્ટરના માલિક શાર્દુલભાઇ માલદેવભાઇ બંધીયા રહે.આણંદપુર તા.જી.જુનાગઢ, ટ્રેક્ટરના માલિક સાગરભાઇ ભીખુભાઇ બંધીયા રહે.આણંદપુર તા.જી.જુનાગઢ, ટ્રેક્ટરના માલિક દેવશીભાઇ બાઘાભાઇ જાદવ રહે.આણંદપુર તા.જી.જુનાગઢ, ટ્રેક્ટરના માલિક સુરેશભાઇ રામજીભાઇ બંધીયા રહે.આણંદપુર તા.જી.જુનાગઢ તથા તપાસમાં નામ ખુલે તે ઇસમો સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીઓએ આણંદપુર ગામના જી.પી.એસ. કોર્ડિનેટ પર ૮૧.૨૦ મે.ટન કરી સાદી માટી ખનીજનું બિન અધિકૃત રીતે ગે.કા. રીતે જે.સી.બી. મશીન તથા ટ્રકેટરો દ્વારા ખનન અને હેરાફેરી કરી કુલ કિ.રૂ. ૩,૪૦,૩૪૪/- નુ ખનન કરી સરકારી મિલ્કતની ચોરી કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ એક બીજાને મદદગારી કરી તથા કોઇ અજાણ્યા ઇસમો દ્વારા આ ખાડામા ૭૫૨૫.૫૦ મે.ટન જુનું સાદી માટીનુ ખોદકામ કરી ખનિજનુ ખનન કરી રૂ.૧૮,૫૮,૭૯૯/-ની ચોરી કરી હતી.તેમજ કોઇ અજાણ્યા ઇસમોએ જગ્યાએથી ઓઝત નદીના કાંઠે જી.પી.એસ. કોર્ડિનેટ પર સાદી રેતી ખનિજના આશરે ૨૦ મે.ટનનો જથ્થો કિ.રૂ.૬,૭૮૦/- નો ફરિયાદને બિનવારસુ મળી આવેલ જે જપ્ત કરેલ હોય ઉપરોકત જથ્થાનુ કોઇ અજાણ્યા ઇસમોએ ખનન કરી સરકારી મિલ્કતની ચોરી કરી હતી. આથી આ તમામ આરોપીઓ સામે ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્સન ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાન્સ્પોર્ટ એન્ડ સ્ટોરેજ) રૂલ્સ ૨૦૧૭ ની કલમ ૩, ૧૨, ૨૧
માઇન્સ એન્ડ મીનરલ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એકટ ૧૯૫૭ ની ક ૪(૧), ૪(૧)(એ) તથા ક ૨૧(૧) હેઠળ ગુન્હો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.