જાણો.. આ વર્ષની મકરસંક્રાંતિ કેવું ફળ આપનારી રહેશે?

જૂનાગઢ : સવંત ૨૦૭૮ના પોષ સુદ -૧૨ શુક્રવાર તા.૧૪-૧ – ૨૦૨૨ ના રોજ બપોરે ૧૪:૩૦ કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશીમા ચંદ્ર છે.

વાહન – વાઘ
ઉપવાહન – અશ્વ
વસ્ત્ર – પીળુ
તિલક – કેસર
પ્રભુત્વ – સપૅ ઉપર
પુષ્પ – જુઇ
અવસ્થા – કુમાર
આભુષણ – મોતી
ભોજનપાત્ર – રૂપુ-ચાંદી
ભક્ષણ -દૂધપાક
કંચુકી – પણૅ-પાંદળા
આયુધ – ગદા
નામ – મિશ્રા
સ્થિતી-બેઠેલી
આગમન -ઉત્તર
ગમન – દક્ષિણ
મુખ – પૂવૅ તરફ
દ્રષ્ટિ-નૈઋત્ય તરફ

સંક્રાંતિ દિવસના પાછલા ભાગમા થાય છે. એટલે વૈશ્યોને કષ્ટ કારક થાય. સંક્રાંતિ ૪૫ સમધૅની છે. જે ઉત્ક્રૃષ્ટ ફળ આપનારી રહે. હાથી, વાઘ, અશ્વને પીડા રહે. કેસર મોંઘુ થાય. દૂધ, સફેદ-પીળુ અનાજ, સફેદ -પીળી ચીજ વસ્તુ, મોતી, રૂપુ, ચાંદી, રેશમી વસ્ત્રના ભાવ વધે. સંક્રાંતિ કૃતિકા અને વિશાખા નક્ષત્રો પર આધિપત્ય જમાવે છે. પશુ સુખી થાય. ભાવમા વધ ઘટ ન થાય. સમાન મુલ્ય ઉપજે. સવૅ લોકો હષૅ પામે. રાજાઓ સંધી કરે. સુકાળ અને મંગળ પ્રવતૅે.

મકરસંક્રાંતિનો પુણ્યકાળ

તા. ૧૪/૦૧/૨૦૨૨ ને શુક્રવારનાં ૧૪-૩૦ થી ૧૮-૨૩ મીનીટ સુધી રહેશે. મહાપુણ્યકાળ ૧૪-૩૦ થી ૧૬-૧૯ સુધીમાં જરૂરિયાતવાળાને દાન કરવું.

દાનની વીગતો

મેષ, કન્યા, મકર :- ઘી, ખાંડ, સફદ તલ, સફેદ કે પ્રીન્ટેડ કાપડ તથા રૂપાનું દાન કરવું
મિથુન, તુલા, કુંભ :- કાળા તલ, સ્ટીલનું વાસણ, કાળાં કાપડનું દાન કરવું જોઈએ
સિંહ, વૃશ્ચિક, મીન :- ઘંઉ, લાલ તલ, લાલ કાપડ, ગોળ, તાંબાનું વાસણ દાન કરવું જોઈએ
વૃષભ, કકૅ, ધન :- પીતળનું વાસણ, પીળું કપડું, ચણાની દાળનું દાન કરવું જોઈએ.

પૂજ્ય આચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા
(ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી)
મોરબીમાં એક માત્ર કાશીના વિદ્વાન
જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય
M.A. સંસ્કૃત
૯૪૨૬૯ ૭૩૮૧૯
ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5
વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાનની બાજુમાં, મોરબી