જૂનાગઢમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરના જથ્થા સાથે એક ઝડપાયો

પોસ્ટ ઓફીસ નજીકથી એક વ્યક્તિને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ : ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ આજે ગુરુવારે જૂનાગઢ પોલીસે અહીંના પોસ્ટ ઓફીસ ચોક નજીકથી એક શખ્સને પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકી – દોરીના મોટા જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર રાજ્યમાં ચાઈનીઝ દોરા, પતંગ, તુકકલ ઉપર પ્રતિબંધ અમલી છે ત્યારે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જી જાડેજાની સૂચના હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એમ વાઢેરની સૂચનાથી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે પીએસઆઇ એ કે પરમારને બાતમી મળી હતી કે, જૂનાગઢના પોસ્ટ ઓફીસ પાસે ચાઈનીઝ દોરીનું વેચાણ થઇ રહ્યું છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડી મહેબૂબ સેતા નામના શખ્સને ચાઈનીઝ દોરીના રિલના મોટા જથ્થા સાથે ઝડપી લઈ અટકાયતમાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.