જૂનાગઢમાં કોરોના બૉમ્બ ફૂટ્યો : 85 પોઝિટિવ

જૂનાગઢ શહેરમાં 68, વિસાવદરમાં 6, કેશોદમાં 4, વંથલીમાં 3, માંગરોળમાં 2 અને જૂનાગઢ ગ્રામ્ય, માળીયામાં એક એક કેસ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ ગતિ પકડી હોય તેવી સ્થિતિ વચ્ચે આજે કોરોના વાયરસનો રીતસર બૉમ્બ ફૂટ્યો હોય તેમ નવા 85 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આજે જૂનાગઢ જિલ્લામાં નવા 85 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં 68, વિસાવદરમાં 6, કેશોદમાં 4, વંથલીમાં 3, માંગરોળમાં 2 અને જૂનાગઢ ગ્રામ્ય, માળીયામાં એક એક કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં આજે ભેસાણ, મેંદરડા અને માણાવદર સિવાય તમામ તાલુકાઓમાં કોરોના સંક્રમણ વકર્યું છે. બીજી તરફ આજે જૂનાગઢ જિલ્લામાં કુલ 41 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.

આજે પણ આરોગ્ય વિભાગ દ્વારા 47 ધનવન્તરી રથ દ્વારા 5351 નાગરિકોને તપાસવામાં આવ્યા હતા ઉપરાંત આજના દિવસે જિલ્લામાં કુલ 7434 નાગરિકોને વેકસીનેશન કરાયું હતું.