નશાખોર શખ્સે ધમાલ મચાવી યુવાનને લમધાર્યો

માળીયા હાટીનાના અવાણીયા ગામની ઘટનામાં ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માળીયા હાટીનાના અવાણીયા ગામેં એક શખ્સે નશાની હાલતમાં ધમાલ મચાવી યુવાનને લમધાર્યો હોવાની ઘટના સામે આવી છે. તેમજ ખોટી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની પણ ધમકી આપી હતી. આથી આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માળીયા (હા.) પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નામુભાઇ કરણાભાઇ બાબરીયા (રહે.અવાણીયા ગામ તા.માળીયા હાટીના) એ આરોપી ઠાકરશીભાઇ ગોવિંદભાઇ કાથડ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીએ નશાની હાલતમાં ફરીયાદીને ગાળો બોલી તથા કાઠલો પકડી ઢીકાપાટુનો માર મારી અને ફરીયાદી સામે એટ્રોસીટી ફરીયાદની ધમકી આપી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.