તારે બાળક નથી એટલે છૂટાછેડા આપી દે કહી પરિણીતાને ત્રાસ આપ્યો

તારે બાળક નથી એટલે છૂટાછેડા આપી દે કહી પરિણીતાને ત્રાસ આપ્યો

જૂનાગઢના ડુંગરપુર સુભાષ હાઇસ્કુલ પાસેની ઘટનામાં પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાઈ

 

જૂનાગઢ : જૂનાગઢના ડુંગરપુર સુભાષ હાઇસ્કુલ પાસે તારે બાળક નથી એટલે છૂટાછેડા આપી દે કહી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ આપ્યો હોવાની મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મહિલા પોલીસે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

  1. જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રોશનબેન કામીરભાઇ સીડા (ઉ.વ.૩૦ ધંધો ઘરકામ રહે. ડુંગરપુર સુભાષ હાઇસ્કુલ પાસે તા.જી.જુનાગઢ) એ કામીરભાઇ અબુભાઇ સીડા (પતિ), અબુભાઇ કાસમભાઇ (સસરા), રહીમભાઇ અબુભાઇ (દીયર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદી બેન તુ અમને ગમતી નથી તારે બાળક નથી તેવા મેણાટોણા બોલી અમારે તને જોતી નથી અમને છુટ્ટાછેડા આપી દેવા બાબતે માથાકુટ કરી ગાળો બોલી મારકુટ કરી શારીરિક માનસીક દુખત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.