બાળકોની તકરારમાં મોટેરાઓ બાખડયા

જૂનાગઢના સૈયદવાળા ખાનગા ગલીમા થયેલી મારામારીની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના સૈયદવાળા ખાનગા ગલીમા બાળકોની તકરારમાં મોટેરાઓ બાખડયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવાનને બે શખ્સોએ માર મર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત આ બનાવની વિગતો અનુસાર ફરિયાદી મહંમદ હુસેન ઈસ્માઈલ ભાઈ શેખ (ઉ.વ.૪૦, રહે સૈયદ દ્વારા લીમડા ચોક ખાનગાની સામે ગલીમાં જુનાગઢ)એ આરોપીઓ મહમદ ઈરફાન અહેમદહુશેન શેખ, મહમદ ઈમરાન અહેમદહુશેન શેખ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીનો દિકરો ઘરની બહાર રમતો હોય તે દરમિયાન આરોપીની દિકરી પડી જતા જે બાબતનું મનદુખ રાખી આરોપીઓ એ એકદમ ઉશ્કેરાય જઈને ફરીયાદીને તથા સાહેદને જેમ ફાવે તેમ ગાળો બોલી આરોપીએ પોતાના પાસેની છરી વડે જાહિદ ભાઈને મોઢાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.