જૂનાગઢ જિલ્લામાં કોરોનાની ફિફટી : શહેરમાં જ 39 કેસ

નવા 50 પોઝિટિવ કેસ સામે 20 દર્દીઓ સાજા થયા : 6220નું રસીકરણ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામા આજે કોરોનાએ ફિફટી ફટકારી છે. એકલા જૂનાગઢ શહેરમાં જ 39 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને કેશોદમાં 6 કેસ તેમજ જૂનાગઢ ગ્રામ 3 અને માણાવદરમાં બે નવા કેસ નોંધાયા છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગના સતાવાર આંકડા મુજબ આજરોજ જૂનાગઢ જિલ્લાના નવા 50 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં 39, ગ્રામ્યમાં 3, કેશોદમાં 6 અને માણાવદર તાલુકામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ સાથે જ જૂનાગઢ જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધીને 106 થવા પામી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા 46 ધનવંતરી રથ દ્વારા 5295 લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને આજના દિવસે કુલ 6220 લોકોને જિલ્લામાં કોરોના વેકસીન આપવામાં આવી હતી.