ભારે કરી ! કેશોદ નજીક તસ્કરો હેવી વીજલાઇનનો વાયર ઉતારી ગયા

પીજીવીસીએલના કર્મચારી દ્વારા 33,552ની કિંમતનો એલ્યુમિનિયમ વાયર ચોરાઈ જવા અંગે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : ઘર,મકાન,દુકાન કારખાનામાં ચોરી કરતા તસ્કરો હવે જાનનું જોખમ ઉઠાવીને પણ ચોરી કરતા થયા હોય તેવી એક ઘટનામાં કેશોદ નજીક ઇલેવન કિલોવોટની હેવી વીજલાઇનનો વાયર તસ્કરો ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કેશોદ પીજીવીસીએલના કર્મચારી હરસુખભાઇ મેસુરભાઇ સોલંકીએ રેવદ્રા ગામથી ગેલાણા ગામ જતા રસ્તાની ડાબી સાઇડમા પસાર થતી ઇલેવન કિલોવોટ વીજલાઇનમાંથી અજાણ્યા તસ્કર રૂપિયા 33,552ની કિંમતનો 809 મીટર લાંબો વીજવાયર ઉતારી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.