માળીયા હાટીના ગામે નશાખોરે એટ્રોસિટીની ધમકી આપતા ફરિયાદ

જૂનાગઢ : માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામે ફરિયાદી નામુભાઇ કરણાભાઇ બાબરીયાને આજ ગામમાં રહેતા આરોપી ઠાકરશીભાઇ ગોવિંદભાઇ કાથડે નશાની હાલતમાં ગાળો બોલી તથા કાઠલો પકડી ઢીકાપાટુનો માર મારી એટ્રોસીટી ફરીયાદ કરવા ધમકી આપવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે નામુભાઈની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.